ઔદ્યોગિક ગ્રાહકો માટે પણ CBG મિશ્રણ ફરજિયાત બનાવવાની માંગ

ઔદ્યોગિક ગ્રાહકો માટે પણ કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) મિશ્રણ નિયમ લાગુ કરવા ગ્રીન એનર્જી ફેડરેશનની સરકારને વિનંતી
દેશમાં પર્યાવરણને અનુકૂળ ઊર્જાના વપરાશને પ્રોત્સાહન આપવા અને આયાતી નેચરલ ગેસ પર ભારતની નિર્ભરતા ઘટાડવા માટે ઇન્ડિયન ફેડરેશન ઓફ ગ્રીન એનર્જી (IFGE) એ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ફેડરેશન દ્વારા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયને પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) ના મિશ્રણ (Blending) ની જવાબદારી માત્ર સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓ સુધી સીમિત ન રાખવી જોઈએ. તેને બદલે, દેશના મોટા ઔદ્યોગિક ગેસ ગ્રાહકો પર પણ આ જવાબદારી સમાન રીતે લાગુ કરવી જોઈએ.
ફેડરેશનનું માનવું છે કે સીબીજીના ઉત્પાદન અને બજારને મોટા પાયે વિસ્તારવાનો ખર્ચ માત્ર સિટી ગેસ વિતરકો ભોગવી શકે તેમ નથી. આ કવાયત એવા સમયે હાથ ધરવામાં આવી છે જ્યારે તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે ₹૨૩,૭૩૧ કરોડની ‘ગોબર્ધન નેશનલ સરક્યુલર બાયોએનર્જી યોજના’ ને મંજૂરી આપી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી દાયકામાં નાણાકીય સહાય, સ્થિર ભાવ, મૂડી સહાય અને પાઇપલાઇન કનેક્ટિવિટી દ્વારા સ્થાનિક સીબીજી ઉત્પાદનમાં દસ ગણો વધારો કરવાનો છે.

મોટા ઉદ્યોગોને જવાબદારીના દાયરામાં લાવવાની પ્રપોઝલ

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવને પાઠવેલા પત્રમાં આઈએફજીઈ એ દલીલ કરી છે કે રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ, પાવર પ્લાન્ટ્સ અને અન્ય મોટી ઔદ્યોગિક ઉત્પાદક એકમો જે સીધા સ્પોટ માર્કેટ, ગેસ એક્સચેન્જ કે લાંબા ગાળાના કરારો દ્વારા કુદરતી ગેસ ખરીદે છે, તેમને પણ સીબીજી ખરીદીની જવાબદારી હેઠળ લાવવા જોઈએ.
હાલના માળખા અનુસાર સીબીજી મિશ્રણનો વધારાનો આર્થિક બોજ મુખ્યત્વે સામાન્ય ઘરોને સપ્લાય કરાતા PNG અને વાહનો માટેના CNG વપરાશકર્તાઓ પર પડે છે. જ્યારે મોટા આંકડામાં ગેસનો વપરાશ કરતા ઔદ્યોગિક એકમો આ જવાબદારીમાંથી મુક્ત રહે છે. બ્લેન્ડિંગના વધતા લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને તમામ ક્ષેત્રોમાં આ માળખું લંબાવવું એ સમયની માંગ છે.

એલએનજી આયાત પર નિર્ભરતા ઘટાડવાનો પડકાર

ભારત માટે આ નિર્ણય વ્યૂહાત્મક રીતે ખુબ મહત્વનો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન દેશમાં કુદરતી ગેસની દૈનિક માંગ આશરે ૧૯૨ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (MSCMD) નોંધાઈ હતી, જેમાંથી લગભગ અડધી જરૂરિયાત મોંઘા આયાતી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) દ્વારા પૂરી કરવામાં આવી હતી. ગયા વર્ષે ભારતનું એલએનજી આયાત બિલ ₹૧ લાખ કરોડને વટાવી ગયું હતું. આ સંજોગોમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત સીબીજી એક મજબૂત અને પરવડે તેવો વૈકલ્પિક સ્ત્રોત બની શકે છે.
Renewable Energy

માળખાગત સુવિધાઓ અને સપ્લાય ચેઇનની ભૌતિક મર્યાદાઓ

પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના નાણાકીય વર્ષ ૨૦૨૬ ના અહેવાલ મુજબ, સીબીજીનું સરેરાશ માસિક વેચાણ એપ્રિલ ૨૦૨૫ માં દૈનિક ૨,૧૧,૦૦૦ SCMD થી વધીને માર્ચ ૨૦૨૬ માં ૬,૨૦,૦૦૦ SCMD સુધી પહોંચ્યું છે. તેમ છતાં, સમગ્ર બજાર હાલમાં આઈજીએલ, બીપીસીએલ, ગુજરાત ગેસ, ટોરેન્ટ ગેસ અને ગેલ ગેસ જેવી જૂની કંપનીઓ પૂરતું જ સીમિત છે, જે કુલ સીબીજી વેચાણનો ૫૪.૭ ટકા હિસ્સો ધરાવે છે.
સૌથી મોટો પડકાર પાઇપલાઇન કનેક્ટિવિટીનો છે. દેશમાં કાર્યરત ૨૦૭ સીબીજી પ્લાન્ટમાંથી માત્ર ૨૪ પ્લાન્ટ જ ગેસ પાઇપલાઇન નેટવર્ક સાથે જોડાયેલા છે, જ્યારે ૧૪૮ પ્લાન્ટમાં કનેક્ટિવિટીનું કોઈ આયોજન નથી. આ ઉપરાંત, નિર્માણાધીન ૩૨૮ નવા પ્લાન્ટમાંથી માત્ર ૨ પ્લાન્ટ કનેક્ટેડ છે.

નવા ટ્રેડેબલ સર્ટિફિકેટ મોડેલનું સૂચન

આ ભૌતિક મર્યાદાઓને દૂર કરવા માટે ફેડરેશને વીજળી ક્ષેત્રની ‘રિન્યૂએબલ પચેસ ઓબ્લિગેશન’ (RPO) ની તર્જ પર સીબીજી ક્ષેત્રમાં પણ ખરીદીની જવાબદારી નક્કી કરવાની ભલામણ કરી છે. જે ગ્રાહકો કે ઉદ્યોગો ભૌતિક રીતે સીબીજી પ્રાપ્ત કરવામાં અસમર્થ હોય, તેમના માટે ‘ટ્રેડેબલ રિન્યૂએબલ ગેસ સર્ટિફિકેટ’ સિસ્ટમ શરૂ કરવાનું સૂચન કરાયું છે. જોકે, સરકારી સબસિડી મેળવતા ખાતર (Fertilizer) એકમોને હાલ પુરતા આ નિયમમાંથી બાકાત રાખવાની ભલામણ કરવામાં આવી છે.

More From Forest Beat

AIના વધતા ઉપયોગથી ભારતમાં ગ્રીન એનર્જીની માંગમાં મોટો ઉછાળો, સોલર અને...

ડેટા સેન્ટરો માટે વીજળીની જરૂરિયાત વધતાં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રને મળશે મોટો વેગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ હવે માત્ર મોબાઇલ ફોન કે કમ્પ્યુટર પૂરતો મર્યાદિત રહ્યો...
Gujarat Green Energy
0
minutes
Solar

ગુજરાત ઇન્જેક્ટ કેરળ લિમિટેડને મળ્યો 6.25 કરોડ રૂપિયાનો મોટો સોલર ઓર્ડર

ગુજરાત ઇન્જેક્ટ કેરળ લિમિટેડને સપ્લાય કરવાના રહેશે 8,000+ સોલર મોડ્યુલ, ₹6.25 કરોડનો ઓર્ડર કન્ફર્મ દુનિયાભરમાં જ્યારે ગ્રીન અને રિન્યુઅબલ એનર્જીની બોલબાલા છે, ત્યારે ભારતીય બજારમાંથી...
Gujarat Green Energy
0
minutes

પરમાણુ ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજનમાં ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે સહયોગની નવી શક્યતાઓ

ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે પરમાણુ ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે સહયોગની શક્યતાઓ ભારત અને દક્ષિણ કોરિયા સ્વચ્છ ઊર્જા, પર્યાવરણ સંરક્ષણ અને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રોમાં...
Gujarat Green Energy
0
minutes

AI અને ગ્રીન એનર્જીથી બદલાતી દુનિયા, પણ વંચિત સમુદાયોનું શું? UNની...

AI, ગ્રીન એનર્જી અને આર્થિક પરિવર્તન વચ્ચે ગરીબો પાછળ રહી જવાનો ખતરો, UNની ચેતવણી દુનિયા અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્રીન એનર્જી અને નવી ટેકનોલોજીના કારણે...
Gujarat Green Energy
0
minutes
spot_imgspot_img