ગુજરાત સરકાર Green Energy ને પ્રોત્સાહિત કરશે, 100 ગીગાવોટની કેપેસિટી સ્થાપિત કરશે

 

સોલાર રૂફ ટોપ યોજનામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને

કેન્દ્ર સરકારે-2030 સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જીના લક્ષ્યાંક નકકી કર્યો છે. જેના પગલે ગુજરાત પણ અંદાજીત 100 ગીગાવોટ કરતાં વધુ કેપેસીટી સ્થાપિત કરવા માટે કટિબદ્ધ છે. આ અંગે જણાવતા જેનાથી રાજયના સસ્ટેનેબલ વિકાસ અને ઊર્જા સુરક્ષાને વેગ મળશે તથા સસ્તા દરે વીજળી પણ ઉપલબ્ધ થશે. જેમાં વર્ષ 2047 સુધીમાં ગુજરાતને ઝીરો કાર્બન કરવાનું આયોજન છે.
ગુજરાતની સ્થાપિત ક્ષમતા આશરે 12,548 મેગાવોટ
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં સ્થપાયેલ 48,588 મેગાવોટ ક્ષમતાના વિન્ડ પાવર પ્રોજેક્ટો પૈકી ગુજરાતની સ્થાપિત ક્ષમતા આશરે 12,548 મેગાવોટ છે. જે સમગ્ર દેશમાં સ્થપાયેલ વિન્ડ પ્રોજેકટના 26 ટકા જેટલી એટલે કે સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. ગુજરાતમાં સ્થાપિત સોલાર પ્રોજેક્ટોની વીજક્ષમતા આશરે 18,125 મેગાવોટ છે.જે દેશમાં સ્થપાયેલ સોલાર પ્રોજેકટના 18 ટકા જેટલી છે. રાજ્યના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટોની કુલ સ્થાપિત ક્ષમતા 32,924 મેગાવોટ છે. જે સમગ્ર દેશની કુલ સ્થાપિત ક્ષમતા 2,14,677 મેગાવોટની સાપેક્ષે 15 ટકા જેટલી છે.
ત્રણ લાખ કરતાં વધુ ધરોમાં સોલાર રૂફ્ટોપ સિસ્ટમ
મધ્યમ તેમજ નાના રહેણાંક ગ્રાહકો સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લઇ દેશની ઊર્જા જરૂરિયાતને પહોંચી વળવામાં મહત્વનું યોગદાન આપી શકે તે માટે મોદીએ પી.એમ. સૂર્ય ઘર યોજના જાહેર કરી છે. જે થકી સમગ્ર દેશમાં 1 કરોડ ઘરો પર સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવાનું આયોજન છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ ૩ લાખ કરતાં વધુ ધરોમાં સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપવામાં આવી છે. જે દેશના 40 ટકા છે,જેમાં પણ ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને છે.

ગ્રીન ગ્રોથ પર ખાસ ભાર મૂક્યો
સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જની વિપરીત અસરોનો સામનો કરી રહ્યું છે. ત્યારે સરકારે કોલસો ગેસ જેવા પ્રદૂષણ કરતા બળતણનો ઉપયોગ ઓછો કરવા અને ભવિષ્યની વીજ માંગને પહોંચી વળવા માટે ક્લીન અને ગ્રીન એનર્જી દ્વારા ગ્રીન ગ્રોથપર ખાસ ભાર મૂક્યો છે.

More From Forest Beat

AIના વધતા ઉપયોગથી ભારતમાં ગ્રીન એનર્જીની માંગમાં મોટો ઉછાળો, સોલર અને...

ડેટા સેન્ટરો માટે વીજળીની જરૂરિયાત વધતાં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રને મળશે મોટો વેગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ હવે માત્ર મોબાઇલ ફોન કે કમ્પ્યુટર પૂરતો મર્યાદિત રહ્યો...
Gujarat Green Energy
0
minutes
Solar

ગુજરાત ઇન્જેક્ટ કેરળ લિમિટેડને મળ્યો 6.25 કરોડ રૂપિયાનો મોટો સોલર ઓર્ડર

ગુજરાત ઇન્જેક્ટ કેરળ લિમિટેડને સપ્લાય કરવાના રહેશે 8,000+ સોલર મોડ્યુલ, ₹6.25 કરોડનો ઓર્ડર કન્ફર્મ દુનિયાભરમાં જ્યારે ગ્રીન અને રિન્યુઅબલ એનર્જીની બોલબાલા છે, ત્યારે ભારતીય બજારમાંથી...
Gujarat Green Energy
0
minutes

પરમાણુ ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજનમાં ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે સહયોગની નવી શક્યતાઓ

ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે પરમાણુ ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે સહયોગની શક્યતાઓ ભારત અને દક્ષિણ કોરિયા સ્વચ્છ ઊર્જા, પર્યાવરણ સંરક્ષણ અને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રોમાં...
Gujarat Green Energy
0
minutes

AI અને ગ્રીન એનર્જીથી બદલાતી દુનિયા, પણ વંચિત સમુદાયોનું શું? UNની...

AI, ગ્રીન એનર્જી અને આર્થિક પરિવર્તન વચ્ચે ગરીબો પાછળ રહી જવાનો ખતરો, UNની ચેતવણી દુનિયા અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્રીન એનર્જી અને નવી ટેકનોલોજીના કારણે...
Gujarat Green Energy
0
minutes
spot_imgspot_img