દેશમાં હરિત ઉર્જાને વેગ આપવા માટે ત્રણ રાજ્યોમાં શરૂ થઈ શાનદાર વિન્ડ પાવર કેપેસિટી
ભારતના પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ઝડપથી વિકસતી કંપની ‘જુનિપર ગ્રીન એનર્જી’એ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સપ્ટેમ્બર ૨૦૨૬ના પ્રથમ પખવાડિયા દરમિયાન, કંપનીએ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ ત્રણ મુખ્ય રાજ્યોમાં કુલ ૧૦૧ મેગાવોટ (MW)ની પવન ઊર્જા ક્ષમતા સફળતાપૂર્વક કાર્યરત કરી છે. આ વિસ્તરણ સાથે, કંપનીનો કુલ કાર્યરત પોર્ટફોલિયો વધીને ૨,૬૮૯ મેગાવોટ-પીક (MWp) અને ૫૦૩ મેગાવોટ-અવર (MWh)ની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) સુધી પહોંચ્યો છે.

ત્રણ રાજ્યોમાં ફેલાયેલો પ્રોજેક્ટ અને તેની ખાસ વાતો
કંપની દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર, આ નવો પ્રોજેક્ટ પવન-સૌર હાઇબ્રિડ અને ‘ફર્મ એન્ડ ડિસ્પેચેબલ રિન્યુએબલ એનર્જી’ (FDRE) પહેલનો એક મુખ્ય ઘટક છે:
-
ગુજરાત પ્રોજેક્ટ: ગુજરાતમાં ચરદવા જીઈટીસીઓ સબસ્ટેશન પર ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) હાઇબ્રિડ ફેઝ-I હેઠળ 45 મેગાવોટ અને ફેઝ-II હેઠળ 40 મેગાવોટનો પવન ઉર્જા ઘટક સામેલ કરવામાં આવ્યો છે. આની સાથે જ જીવીએનએલ હાઇબ્રિડ ફેઝ-I હેઠળ 150 મેગાવોટમાંથી 145 મેગાવોટ અને ફેઝ-II હેઠળ 120 મેગાવોટમાંથી 70 મેગાવોટ ક્ષમતા હવે શરૂ થઈ ચૂકી છે.
-
મહારાષ્ટ્ર પ્રોજેક્ટ: મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) સાથે થયેલા કરાર હેઠળ છપલગાંવ સાઇટ પર અંતિમ 10 મેગાવોટનો વિન્ડ કોમ્પોનન્ટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આની સાથે જ MSEDCL સાથેની કોન્ટ્રાક્ટ ક્ષમતા (75 મેગાવોટ સોલાર અને 25 મેગાવોટ પવન) સંપૂર્ણપણે ચાલુ થઈ ગઈ છે, જે તેની નિર્ધારિત કોમર્શિયલ ઓપરેશન તારીખ (SCOD) કરતાં બે મહિના કરતા પણ વધુ વહેલા પૂરી થઈ છે.
કંપનીનું નેતૃત્વ શું કહે છે?
આ મોટી સફળતા પર વાત કરતા જૂનિપર ગ્રીન એનર્જીના પૂર્ણ સમયના ડિરેક્ટર અને સીઈઓ અંકુશ મલિકએ જણાવ્યું કે છેલ્લા 15 દિવસની અંદર ત્રણ અલગ-અલગ રાજ્યોમાં 100 મેગાવોટથી વધુ પવન ઉર્જા ક્ષમતાનું સંચાલન કરવું એ કંપની માટે એક ખૂબ મોટું સીમાચિહ્ન છે. તેમણે કહ્યું કે અલગ-અલગ જગ્યાઓ અને રાજ્યોમાં સમય પહેલા પ્રોજેક્ટ પૂરો કરવો એ આપણી મજબૂત એક્ઝિક્યુશન કેપેબિલિટીઝ (Execution Capabilities) ને દર્શાવે છે.
રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે મજબૂત થતી સ્થિતિ
જૂનિપર ગ્રીન એનર્જી ભારતની તે ગણતરીની ઝડપથી ઉભરતી કંપનીઓમાંથી એક છે જે દેશના હરિત ઉર્જા લક્ષ્યોને પૂરા કરવા માટે સતત કાર્યરત છે. આ પ્રકારના પ્રોજેક્ટ્સ માત્ર ભારતના કાર્બન ઉત્સર્જનને ઘટાડવામાં મદદ કરતા નથી, પરંતુ દેશની ઉર્જા સુરક્ષાને પણ મજબૂત કરે છે. કંપની પોતાની આ સફળતા બાદ ભવિષ્યના પોતાના પાઇપલાઇન પ્રોજેક્ટ્સને પણ નક્કી સમય મર્યાદાની અંદર પૂરા કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.



