સોલાર પેનલમાં ચાંદી હોય છે? સોલાર પેનલનાં ભંગારમાંથી ચાંદી સહિતની ધાતુઓ કાઢવાનો ધંધો થઈ રહ્યો છે વિકસિત

સોલાર પેનલ થકી વીજળી પેદા કરીને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસો મજબૂત ગતિએ આગળ વધી રહ્યા છે ત્યારે જ સોલાર પેનલમાંથી ચાંદી સહિતની કિંમતી ધાતુઓ અલગ તારવીને તેમાંથી આવક કરવાનો વિકલ્પ ઊભો થઈ રહ્યો છે. આ ક્ષેત્રમાં ઘણી સ્ટાર્ટ અપ કંપનીઓએ કામકાજ ચાલુ પણ કરી દીધું છે.

રાજસ્થાનમાં સોલાર વેસ્ટ રીસાયક્લિંગ માટે સ્ટાર્ટઅપ બિયૉન્ડ રિન્યૂએબલ્સ એન્ડ રીસાયક્લિંગે ઝડપી કામગીરી ચાલુ કરી દીધી છે. આ સ્ટાર્ટઅપની સ્થાપના 2024માં મનહર દિક્ષિત અને વેદાંત તલરેજાએ કરી હતી. આગામી વરસોમાં સોલાર પેનલનો ભંગાર સતત વધતો જવાની શક્યતા છે. અત્યારે સોલાર પાવરનો ઉપયોગ કરીને વીજ બિલ બચાવવા નાના મોટા સ્વતંત્ર ઘર ધરાવનારાઓ પણ સક્રિય બન્યા છે. તેથી આવનારા વરસોમાં સોલાર પેનલનો ભંગાર વધુ નીકળવાની સંભાવના છે.

માત્ર ભારતમાં જ નહિ, વિશ્વમાં સોલાર પાવર પેનલ બેસાડવાનું સતત વધી રહ્યું છે. પરિણામે આગામી વર્ષોમાં મોટી સંખ્યામાં સોલાર પેનલ્સ તેમના “એન્ડ-ઓફ-લાઇફ” પર પહોંચશે અને વેસ્ટનું પ્રમાણ વધશે. પર્યાવરણ પરનો ભાર ઘટાડવા સોલાર પેનલ રીસાયક્લિંગનું મહત્વ વધી રહ્યું છે. સ્ટાર્ટ અપના સ્થાપક મનહર દિક્ષિત કહે છે કે, અમારા એક મિત્રની EPC કંપનીમાં પરિવહન અને ઇન્સ્ટોલેશન દરમિયાન લગભગ 200 સોલાર મોડ્યુલ્સ નુકસાન પામ્યા હતા. ત્યાંથી જ અમને સોલાર વેસ્ટ પર કંઈક કામ કરવાની પ્રેરણા મળી હતી. આ વિષયમાં ઊંડાણમાં ઉતર્યા ત્યારે ખબર પડી કે અમેરિકા, જર્મની, ઇટાલી, ચીન, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોમાં સોલાર રીસાયક્લિંગનું ખાસ્સું મહત્વ છે.

રીસાયક્લિંગ કેવી રીતે કામ કરે છે?

સ્ટાર્ટઅપે એક નવીન પ્રોસેસ વિકસાવ્યો છે, જેના દ્વારા રિટાયર્ડ સોલાર પેનલમાંથી 95%થી વધુ મટિરિયલ — જેમ કે સિલ્વર, સિલિકોન અને ગ્લાસ — ફરીથી મેળવવામાં આવે છે.
આ રીતે જોખમકારક વેસ્ટમાંથી ઉચ્ચ મૂલ્યવાળા મટિરિયલ્સનું “સર્ક્યુલર રિસોર્સ” રૂપે પુનઃપ્રાપ્ત થાય છે.

ભારતની ઝડપથી વધી રહેલી સોલાર અપનાવવાની ગતિને જોતા 2040 સુધીમાં 1.2 મિલિયન ટન સોલાર PV વેસ્ટ થવાની સંભાવના છે. જો સોલાર પેનલ્સ સમય પહેલાં નકામા બનવાના દર વધશે તો આ આંકડો 4.8 મિલિયન ટન સુધી પહોંચી શકે છે. ભારતનો મોટો ભાગનો સોલાર ઇ-વેસ્ટ હાલ અનધિકૃત અને અનૌપચારિક ક્ષેત્ર દ્વારા સંભાળવામાં આવે છે, જ્યાં જોખમી પદાર્થો સંભાળવાની યોગ્ય સુવિધા ન હોવાને કારણે પર્યાવરણને નુકસાન થાય છે અને રીકવરી દર પણ ઓછો મળે છે.

ટેક્નોલોજી સમજ્યા પછી પોતાની પ્રક્રિયા

સૌપ્રથમ અનધિકૃત ક્ષેત્ર કેવી રીતે રીસાયક્લિંગ કરે છે તેની વ્યવસ્થિત સમજણ મેળવી હતી. બજારમાં ઉપલબ્ધ ટેકનોલોજીની સમજ મેળવ્યા પછી અમે અમારી એવી પ્રક્રિયા બનાવી કે જેમાં રીસાયક્લિંગ વધુ અસરકારક બને અને પર્યાવરણને સાચું ફાયદો થાય.

લોજિસ્ટિક્સ અને લેન્ડનું આયોજન

ફાઉન્ડર્સ મુજબ તેમની સુવિધા CPCBનાં નિયમો મુજબ સોલાર વેસ્ટની હેન્ડલિંગ અને સ્ટોરેજ કરશે. સુવિધા દિવસે 10–15 ટન સોલાર વેસ્ટ રીસાયકલ કરવાની ક્ષમતા ધરાવતું હશે. સોલાર પાવર જનરેશન માટેની ભંગાર થઈ ગયેલી પેનલ્સનું પરિવહન મોટાભાગે પેનલ કલેક્ટ કરનારે જ કરવું પડે છે. કેટલાક કિસ્સામાં વેચનાર પરિવહન કરે છે, સોલાર પેનલનો ભંગાર લઈને સ્ટાર્ટઅપ્સના એકમ સુધી આવનારાઓન પ્રીમિયમ ભાવ ચૂકવવામાં આવે છે.

સરકારી નિયમોથી સહારો

2022ના ઇ-વેસ્ટ મેનેજમેન્ટ નિયમોમાં સોલાર વેસ્ટને સત્તાવાર રીતે ઇ-વેસ્ટ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે પેનલ ઉત્પાદકો, EPC કંપનીઓ કે પ્રોજેક્ટ ડેવલપર્સ બધી જ એજન્સીઓએ વેસ્ટ માત્ર રજિસ્ટર્ડ રીસાયકલર્સને જ સોંપવું પડે છે.

આવક અને બિઝનેસ મોડલ

નવી સ્ટાર્ટઅપ કંપની 1 ફેબ્રુઆરી 2026થી સંપૂર્ણ કાર્યરત થવાનો લક્ષ્ય ધરાવે છે. રીસાયક્લિંગ પછી મળતાં ધાતુઓ ખાસ કરીને સિલ્વર અને એલ્યુમિનિયમ મેટલ સ્ક્રૅપ બજારમાં અથવા જ્વેલર્સને વેચવાનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કંપનીએ Momentum Capital દ્વારા નેતૃત્વ ધરાવેલા પ્રિ-સીડ રાઉન્ડમાં રૂ. 5 કરોડનું ફંડ મેળવ્યું છે. સાથે Venture Catalysts, IIMA Ventures, Oorjan Cleantech અને ગૌતમ દાસે તેના ફંડિંગમાં ભાગ લીધો હતો. ફંડિંગમાં મુશ્કેલી આવી નથી. યોગ્ય ઇન્વેસ્ટર્સ મળ્યા એ ભાગ્યશાળી વાત છે, પણ ફંડ શોધવાનું કામ અમે તરત શરૂ કર્યું નહોતું. પહેલા બજારની વાસ્તવિકતાઓ અને જોખમ સમજીને આ સાહસ કરવામાં આવી રહ્યું છે.

More From Forest Beat

કંબોડિયાની ઊર્જા ક્રાંતિ: એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા 63.44 મિલિયન ડોલરની મોટી...

એશિયન ડેવલપમેન્ટ બેંકનું મોટું રોકાણ: કંબોડિયામાં બનશે ભારતનું સૌથી મોટું બેટરી સ્ટોરેજ કેન્દ્ર! કંબોડિયાના રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા) ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. એશિયન...
Biodiversity
0
minutes

મારુતિ સુઝુકીએ ચાર્જિંગ પ્લેટફોર્મ ક્ષેત્રમાં ઝંપલાવ્યું: વન ઈન્ડિયા, વન EV ચાર્જિંગ...

મારુતિ સુઝુકીએ એકીકૃત EV ચાર્જિંગ ઇકોસિસ્ટમ અને ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરીને એક મુખ્ય રાષ્ટ્રવ્યાપી ઇલેક્ટ્રિક મોબિલિટી પહેલ શરૂ કરી છે. ભારતના ઇલેક્ટ્રિક વાહનો તરફના...
Biodiversity
0
minutes

ભારતના 40% જેટલા સોલાર પેનલ ઉત્પાદકો કરે છે જૂની ટેકનોલોજીનો ઉપયોગ,...

નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જાન્યુઆરી 2027 થી સૂર્યપ્રકાશને શક્તિમાં રૂપાંતરિત કરવાની પેનલ્સની ક્ષમતા વધારવાની ભલામણ કરી છે. મંત્રાલયની વેબસાઇટ પરની એક નોંધ અનુસાર મોટા પ્રોજેક્ટ્સમાં...
Biodiversity
0
minutes

ભારતની સૌર સપ્લાય ચેઇન મજબૂત: Waaree અને Premierની વિસ્તરણ યોજનાઓ

ગ્રીન એનર્જીમાં ભારતનું ભવિષ્ય: સૂર્ય, પવન અને બેટરી સ્ટોરેજની શક્તિ ભારત સરકારે 2032 સુધીમાં 124 GW ઉર્જા સંગ્રહ ક્ષમતા સ્થાપિત કરવા માટે એક વ્યાપક રોડમેપ...
Biodiversity
0
minutes
spot_imgspot_img