સોલાર પેનલ મેન્યુફેક્ચરર્સની હાલાકી વધી: ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરની જાળમાં ફસાયા

સોલાર પેનલ પર જીએસટીના દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યા તે પછી લોકોને સોલાર પેનલ થોડી ઘણી સસ્તી મળતી થઈ હશે, પરંતુ પેનલ મેન્યુફેક્ચરર્સની હાલાકી વધી ગઈ છે કારણ કે સોલાર પેનલ બનાવવા માટેના કાચા માલ પર તેમણે વધુ જીએસટી ચૂકવવો પડતો હોવાથી તેમના ઇનપુટ ટેક્સ ક્રેડિટના નાણાં સરકારમાં જમા જ પડી રહે છે.

કેન્દ્ર સરકારે તેમને જીએસટીનું રિફંડ આપવાની વ્યવસ્થા કરી હોવા છતાંય તેમના નાણાં સલવાયેલા પડયા રહે છે, કારણ કે લાંબા સમય સુધી તેમને રિફંડ મળતું જ નથી. પરિણામે નવ મૂડી ઉમેરતા રહેવાની ફરજ પડી રહી છે. સોલાર પેનલ પરની વધાારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની સિસ્ટમ અત્યંત ગૂંચવાડા ભરી છે. તેના પૈસા પાછા મળવામાં વિલંબ થતો હોવાથી ફસાયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના નાણાં તેઓ પેનલના ઉત્પાદન ખર્ચમાં જોડી દે છે. તેથી તેમના પ્રોડક્ટ્સ મોંઘા પડી રહ્યા છે. તેમની સ્પર્ધાત્મકતા ખતમ થઈ રહી છે.

સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા કિશોરસિંહ ઝાલાનું કહેવું છે કે અત્યારે સોલાર પેનલ માટે જોઈતા એલ્યુમિનિયમ પર 18 ટકા,ગ્લાસ પર 18 ટકા અને તેને માટેના લેબર ખર્ચ પર 18 ટકા જીેસટી ભરવાનો આવે છે. પરિણામે દરેક વેચાણ પર મેન્યુફેક્ચરર્સના સાતથી નવ ટકાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફસાયેલી પડી રહે છે. પરિણામે તેમણે સતત નવી વર્કિગ કેપિટલ ઉમેરવી પડે છે.

જીએસટીનો અમલ થયો ત્યારે પણ સોલાર પેનલ પર 5 ટકા જીએસટી હતો. પરંતુ તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ન મળતી હોવાથી તેમણે રજૂઆત કરતાં તેના પરનો જીએસટી વધારીને 12 ટકા કરી દીધો છે. હવે 12 ટકાનો સ્લેબ કાઢી નાખ્યો છે. હવે 5, 18, અને 40 ટકાનો સ્લેબ જ રાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે વધારાની ઇનપુટ ટેક્સ ક્રેડિટને પ્રોસેસ કરવા માટે રિફંડની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. રિફંડની પ્રક્રિય અત્યંત ગૂંચવાડા ભરી છે. બીજું રિફંડ પાછુ મળવામાં બહુ જ લાંબો સમય લાગી રહ્યો છે. પરિણામે જીએસટીના દર ઘટાડાનો વ્યવસ્થિત લાભ તેમને મળતો જ નથી. ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરને કારણે સોલાર પેનલની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી રહી છે. તેમના મની રોટેશનની-પૈસા ફરવાની ઝડપ ખાસ્સી ઘટી ગઈ છે. સરકારે જીએસટીના દર બદલ્યા પછી તેમના પૈસા અટકી પડતા હોવાથી તેમનો ઉત્પાદન ખર્ચ ઊંચો જઈ રહ્યો છે.

આ ઉપરાંત જૂન 2025થી ભારત સરકારે સોલાર સિસ્ટમ માટે ભારતીય બનાવટની પેનલ જ વાપરવાની ફરજિયાત કરી દીધી હોવાથ નાના મેન્યુફેક્ચરર્સની ઇનપુટ ટેક્સ ક્રેડિટના પડી રહેતા પૈસાને કારણે હાલાકી વધી ગઈ છે. બીજું, સોલાર પેનલ બનાવવા માટેની પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ સરકારે જાહેર કરી છે. ભારતમાં આ પ્રકારની સ્કીમનો બહુધા મોટા મેન્યુફેક્ચરર્સ જ લાભ ઊઠાવે છે. તેથી નાના મેન્યુફેક્ચરર્સની હાલાકી વધી જાય છે. આમ નાના અને મધ્યમ કદના મેન્યુફેક્ચરર્સ દંડાઈ રહ્યા છે. તેમના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટના અટકી પડતાં નાણાંનું સાતથી નવ ટકાનું અને તેનાથીય ઓછા ગણીએ તો સાત ટકાનું ભારણ તો આવે જ છે.

More From Forest Beat

કંબોડિયાની ઊર્જા ક્રાંતિ: એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા 63.44 મિલિયન ડોલરની મોટી...

એશિયન ડેવલપમેન્ટ બેંકનું મોટું રોકાણ: કંબોડિયામાં બનશે ભારતનું સૌથી મોટું બેટરી સ્ટોરેજ કેન્દ્ર! કંબોડિયાના રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા) ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. એશિયન...
Biodiversity
0
minutes

મારુતિ સુઝુકીએ ચાર્જિંગ પ્લેટફોર્મ ક્ષેત્રમાં ઝંપલાવ્યું: વન ઈન્ડિયા, વન EV ચાર્જિંગ...

મારુતિ સુઝુકીએ એકીકૃત EV ચાર્જિંગ ઇકોસિસ્ટમ અને ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરીને એક મુખ્ય રાષ્ટ્રવ્યાપી ઇલેક્ટ્રિક મોબિલિટી પહેલ શરૂ કરી છે. ભારતના ઇલેક્ટ્રિક વાહનો તરફના...
Biodiversity
0
minutes

ભારતના 40% જેટલા સોલાર પેનલ ઉત્પાદકો કરે છે જૂની ટેકનોલોજીનો ઉપયોગ,...

નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જાન્યુઆરી 2027 થી સૂર્યપ્રકાશને શક્તિમાં રૂપાંતરિત કરવાની પેનલ્સની ક્ષમતા વધારવાની ભલામણ કરી છે. મંત્રાલયની વેબસાઇટ પરની એક નોંધ અનુસાર મોટા પ્રોજેક્ટ્સમાં...
Biodiversity
0
minutes

ભારતની સૌર સપ્લાય ચેઇન મજબૂત: Waaree અને Premierની વિસ્તરણ યોજનાઓ

ગ્રીન એનર્જીમાં ભારતનું ભવિષ્ય: સૂર્ય, પવન અને બેટરી સ્ટોરેજની શક્તિ ભારત સરકારે 2032 સુધીમાં 124 GW ઉર્જા સંગ્રહ ક્ષમતા સ્થાપિત કરવા માટે એક વ્યાપક રોડમેપ...
Biodiversity
0
minutes
spot_imgspot_img