Gujarat ગ્રીન એનર્જી ગુજરાતનાં પ્રારંભ ટાણે, ગ્રીન એનર્જી તરફનાં નવા યુગના ગ્રીન પત્રકારત્વ તરફની અનોખી પહેલ

Gujarat આજે વિશ્વ ટેક્નોલોજીથી લઈ અનેકવિધ સ્તરે નવા-નવા આવિષ્કારો કરી રહ્યું છે. વિકાસની દિશામાં સતતને સતત આગેકૂચ કરી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય પડકારોથી ભારત સહિત સમગ્ર દુનિયા ઝઝુમી રહી છે. પ્રદુષણનું દુષણ લોકોના જીવનને ઉઘઈની જેમ કોરી ખાઈ રહ્યું છે. પ્રદુષણ રહિત વિશ્વની પરિકલ્પના કોઈ એક વ્યક્તિ કે કંપનીનાં વિચાર માત્ર કે પ્રયાસોથી જન્મી નથી પણ આ સદીઓથી ક્યાંક ધરબાયેલી બાબત હતી.

“ગ્રીન એનર્જી” નો અર્થ સ્વચ્છ ઉર્જા થાય છે. જો તમે વિચારી રહ્યા હો, કે કઈ વ્યક્તિ કે કંપનીએ સૌપ્રથમ “ગ્રીન એનર્જી” રજૂ કરી, તો તેનો શ્રેય કોઈ એક વ્યક્તિને નથી જતો. આ વિચાર અને તેના ઉપયોગો સદીઓથી વિકસિત થયા છે. જ્યારે આદિમાનવકાળમાં આગથી ઉર્જા પેદા કરવામાં આવી હતી. આજે આ અગ્નિને બાયો-એનર્જી કહેવામાં આવે છે. ત્યાર બાદ છેક અને 1882માં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને આ સમયગાળા દરમિયાન જળવિદ્યુત પ્રોજેક્ટ્સ શરૂ થયા હતા, અને વિશ્વનો પ્રથમ જળવિદ્યુત પ્લાન્ટ 1882 માં જ બનાવવામાં આવ્યો હતો.


જળ આધારિત વીજ ઉત્પાદનની વાત આવી તો 1818માં ફ્રાન્કોઇસ જેક્સ ડી લાર્ડેરેલ નામનાં સંશોધનકાર પાણીના ગરમ ઝરણામાંથી બોરિક એસિડ કાઢીને ઔદ્યોગિક ઉપયોગ માટે ઊર્જાનો ઉપયોગ કરનારા પ્રથમ વ્યક્તિ બન્યા હતા અને તેમણે એક પ્રકારની ભૂ-ઉષ્મીય ઉર્જા ઉત્પન્ન કરી હતી. 19મી સદી આવતાં-આવતાં સંશોધનકારોએ હરિત ઉર્જાના સ્ત્રોતોને શોધી કાઢ્યા અને હવે 21મી સદીમાં તેને સૌર ઉર્જી, હરિત ઉર્જી(ગ્રીન એનર્જી) તરીકેની નવી ઓળખ મળી.

ભારત સરકારની વાત કરીએ ભારત સરકારે ગ્રીન એનર્જી કોરિડોર બનાવ્યો છે. જેમાં આઠ રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રીન એનર્જીના ઉત્પાદક રાજ્યોમાં રાજસ્થાન, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે, જે નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનમાં અગ્રણી છે. વધુમાં આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, કેરળ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યો પણ ગ્રીન એનર્જી કોરિડોર જેવી પહેલમાં સામેલ છે. ગ્રીન એનર્જીમાં રાજસ્થાનની ઉત્પાદકતાદેશમાં સૌથી વધુ છે.રાજસ્થાનની 20.3 ટકા, ત્યાર બાદ મહારાષ્ટ્રની 11.8ટકા,ગુજરાતની 10.5 ટકા અને કર્ણાટકની 9.8 ટકા ઉત્પાદક્તા ક્ષમતા છે. કેન્દ્ર સરકાર ગ્રીન એનર્જી પાછળ 22,400 કરોડ રુપિયાનાં ખર્ચનો અંદાજ લગાવી રહી છે અને આ માટે કેન્દ્ર સરકાર પણ સંપૂર્ણપણે સક્રીય રીતે કંપનીઓ સાથે તાલમેલ કરી રહી છે.

ગુજરાત હાલમાં રાજ્યની વીજળી માંગના આશરે 58% ભાગને પૂર્ણ કરે છે.એક અહેવાલ મુજબ, ગુજરાત થર્ડ ગ્રીન એનર્જી કોરિડોર (GEC-III) વિકસાવવા માટે 29,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યભરમાં 16,500 મેગાવોટ નવીનીકરણીય ઉર્જાનું પ્રસારણ કરવાનો છે. આ એક મોટું સ્તુત્ય પગલું છે. ગુજરાત સરકાર ગ્રીન અને રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહિત કરવા માટે અનેકાનેક યોજનાઓ ઘડી રહી છે અને કંપનીઓને પ્લાન્ટ સ્થાપિત કરવા માટે આકર્ષક લાભો અને રાહતો પણ આપી રહી છે.


“ગ્રીન એનર્જી ગુજરાત” ના નામથી ગ્રીન એનર્જી પર પ્રિન્ટ મીડિયા શરુ કરવાનો વિચાર આવ્યો ત્યારે કેટલીક બાબતો નજર સામે હતી. કારણ કે આજના ડિજિટલ અને સોશિયલ મીડિયાના યુગમાં પ્રિન્ટ મીડિયાના માધ્યમથી વાચકો અને લોકો સુધી પહોંચવાનું જોખમ રહેલું છે, પણ કહેવાય છે ને કે ડગલું ભર્યું કે ન હટવું તેમ હવે જ્યારે સરકાર દ્વારા ગ્રીન એનર્જી પર આગેકદમ ભરવામાં આવી રહ્યા છે, ત્યારે લોકો માટેના મહત્વના માધ્યમ દ્વારા ગ્રીન એનર્જી ગુજરાત દ્વારા નવા અભિગમ અને ગ્રીન એનર્જીને વાચા આપવા માટેનો અનોખા અભિક્રમનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. સત્ય ડે મીડિયા હાઉસ પોતાના નવા સાહસ સાથે અખબારી જગતમાં પદાર્પણ કરી રહ્યું છે. 20 વર્ષથી સતત કાર્યરત સત્ય ડે મીડિયા હાઉસને લોકો અને વાચકોનો ભરપુર સાથ-સહકાર અને પ્રેમ મળ્યો છે તેવી રીતે ગ્રીન પત્રકારત્વના પ્રારંભ ટાણે ગ્રીન એનર્જી ગુજરાતને પણ વાચકો અને લોકોનો પ્રેમ, સાથ-સહકાર મળશે તેવી અપેક્ષા સાથે…..
આપનો સંપૂર્ણ ગ્રીન થયેલો
ગુલઝાર

More From Forest Beat

જ્યુનિપર ગ્રીન એનર્જી રૂ. 5.26 ના ટેરિફ સાથે સ્થાપશે નવો પ્લાન્ટ

જ્યુનિપર ગ્રીન એનર્જીને મોટો જેકપોટ: SECI તરફથી મળ્યો ૨૩૦ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ ભારતમાં ગ્રીન એનર્જી અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઝડપથી ઉભરી રહેલી અગ્રણી કંપની જ્યુનિપર...
Gujarat Green Energy
0
minutes

સાત્વિક ગ્રીન એનર્જીના Q1 પરિણામો નિરાશાજનક

પરિણામોની અસર: સાત્વિક ગ્રીનનો શેર તૂટ્યો, પરંતુ ૬.૩૫ GW ની મજબૂત ઓર્ડર બુકથી રાહત રીન્યુએબલ એનર્જી અને સોલાર મોડ્યુલ ઉત્પાદન ક્ષેત્રની અગ્રણી કંપની સાત્વિક ગ્રીન...
Gujarat Green Energy
0
minutes
Renewable Energy

સ્ટીલ કંપનીઓ માટે મોટી રાહત, રિન્યુએબલ એનર્જીથી વીજળી ખર્ચમાં થશે 34%...

વીજળીના ટેન્શનથી મુક્તિ, રિન્યુએબલ એનર્જી અપનાવીને કરોડો રૂપિયા બચાવશે સ્ટીલ કંપનીઓ ભારતના ঔદ્યોગિક ક્ષેત્રમાં આજના સમયમાં વીજળીનો વધતો ખર્ચ કોઈપણ વેપારી માટે સૌથી મોટું માથાનો...
Gujarat Green Energy
0
minutes
Loom Solar

સોલર એનર્જીથી બેટરી સ્ટોરેજ સુધી, ઊર્જા ક્ષેત્રમાં નવી દિશા નક્કી કરી...

સોલર પ્લસ બેટરી સ્ટોરેજ તરફ આગળ વધી રહ્યું છે Loom Solar, જાણો ભવિષ્યનું આયોજન ભારત સહિત આખી દુનિયામાં આજે સ્વચ્છ અને હરિત ઊર્જાની માંગ ઝડપથી...
Gujarat Green Energy
0
minutes
spot_imgspot_img